Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ દીકરાની સ્મૃતિમાં દર્દીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું...

મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ દીકરાની સ્મૃતિમાં દર્દીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું કર્યું આયોજન

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ. પ્રશાંત મેરજાનું ૧૬ વર્ષ પહેલા કાર અકસ્માતમાં અકાળે અવસાન થયું હતું. તેમની સ્મૃતિને જાળવી રાખવા ગરીબ દર્દીઓ માટે ફ્રી સારવાર આપવાના તેઓના વિચારને આકાર આપવા માટે મોરબી ખાતે સર્વ રોગ નિદાન, સારવાર અને ફ્રી દવાનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્રનુ કાર અકસ્માતમાં અવસાન થતાં તેની યાદમાં ફ્રીમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ રોગોના ૨૨૪ દર્દીઓએ લાભ લીધો હતો. આ મેડિકલ કેમ્પમાં જનરલ ફીઝીશયન, ઓર્થોપેડિક સર્જન, કાન, નાક, ગળાના નિષ્ણાંત, આંખના સર્જન, ડેન્ટલ સર્જન, ચામડીના રોગોના નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત જેવી વિવિધ ફેકલ્ટીના તજજ્ઞ ડૉક્ટરોએ સેવા આપી હતી.

આ મેડિકલ કેમ્પના આયોજક ડૉ. ભાવિન ગામી અને સન્ની બ્રિજેશ મેરજા સહિત ડૉ. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન ની સમગ્ર ટીમે દર્દીઓની ખડે પગે સેવા કરી હતી. મોરબીના વિવિધ ક્ષેત્રના અને વિવિધ સમાજના રાજકીય અગ્રણીઓ, સામાજીક અગ્રણીઓ, શૈક્ષણિક અગ્રણીઓ, ઉદ્યોગકારો વિગેરે આ મેડિકલ કેમ્પની મુલાકાત લઈ ડૉ. પ્રશાંત મેરજાને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ મેડિકલ કેમ્પ ડૉ. ભાવિન ગામીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. જેમાં ડૉ. હિતેષ કણઝારીયા, ડૉ. અક્ષય જાકાસણીયા, ડૉ. યોગેશ પેથાપરા, ડૉ. કિશન બોપલિયા, ડૉ. ભાવેશ શેરસીયા, ડૉ. મેહુલ પનારા તેમજ ડૉ. તૃપ્તિ સાવરીયાએ સેવા આપી હતી, જેનો પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ ખરા હ્રદયથી આભાર માન્યો હતો. તેમજ આ મેડિકલ કેમ્પની મુલાકાત લેનાર સૌ અગ્રણીઓ પરત્વે પણ અહોભાવ વ્યક્ત કર્યો હતો…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!