બરવાળા ખાતે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલયનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે. જેમાં શાળાના તમામ 42 વિદ્યાથીઓ પાસ થઈને શાળાને જવલંત સિધ્ધિ અપાવી છે. જે બદલ શાળાના પ્રમુખ અને ટ્રસ્ટી મંડળના સભ્યોએ સફળ થયેલ વિદ્યાથીઓને અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
બરવાળા ખાતે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલયએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે. જેમાં ધોરણ 12 ના કુલ 42 વિદ્યાર્થીમાંથી 42 વિદ્યાર્થીઓએ પાસ થઈ શાળાનું 100 ટકા પરિણામ અપાવ્યું છે જે બદલ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોમાં ખુશીની લાગણી છવાણી છે. સ્વ. શ્રી જેરાજભાઇ કરમશીભાઈ પટેલ દ્વારા સ્થાપિત છેલ્લા 55 વર્ષથી આ વિસ્તારમાં શિક્ષણ સેવા આપતી આ શાળાએ હમણાં જ સુવર્ણ જયંતિ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. ત્યારે શિક્ષણ સેવાયજ્ઞને આગળ વધારતા સંસ્થાના હાલના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઇ પટેલ અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યોએ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા છે.