ધો 9થી 12 તથા કોલેજ કે અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થયેલા સમસ્ત મચ્છુકાંઠા હાલાર રબારી સમાજના છાત્રોને માર્કશીટ મોકલવા અપીલ
મોરબી : શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આગામી સમયમાં સમસ્ત મચ્છુકાંઠા હાલાર રબારી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. જેને લઈને સમાજના વિદ્યાર્થીઓ પાસેથી તેમની માર્કશીટ મંગાવવામાં આવી છે.
શ્રી વડવાળા યુવા સંગઠન વિવિધ સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. ઉપરાંત તેના દ્વારા મચ્છુકાંઠા હાલાર રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવનાર હોય જે વિદ્યાર્થીઓ વર્ષ 2024માં ધો 9થી 12 તથા કોલેજ કે અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થતા હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી માર્કશીટ મંગાવવામાં આવી છે. આ માર્કશીટ તા.5 માર્ચ સુધીમાં વોટ્સએપ કરવાની રહેશે. વિદ્યાર્થીઓએ પરિણામની PDF નકલ વોટ્સએપના માધ્યમથી મોકલવાની રહેશે.
જેમાં વિદ્યાર્થીનું નામ, ગામનું નામ, વાલીના મોબાઈલ નંબર લખવાના રહેશે.
હસમુખભાઈ કેડ – ૯૭૩૭૯ ૮૭૬૫૧,
દેવરાજભાઈ ખાંભલા – ૯૫૧૨૫ ૯૫૬૦૮,
હર્ષદભાઈ ખાંભલા – ૯૭૧૨૯ ૫૧૧૧૦,
દેવરાજભાઈ આલ – ૯૦૯૯૭ ૦૫૩૨૭,
નવઘણભાઈ કરોતરા – ૯૯૭૮૮ ૩૭૩૦૦ આ નંબર ઉપર વોટ્સએપના માધ્યમથી માર્કશીટ મોકલી શકાશે. તેમજ વધુ વિગત માટે સંપર્ક કરી શકાશે. તેમ મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારીની યાદીમાં જણાવાયું છે.