આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત 19/08/2023 ને શનિવારના રોજ મોરબીની ધી વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના વિદ્યાર્થીઓએ વિજેતા બની જિલ્લા લેવલે સ્કુલનું નામ રોશન કર્યું છે..
મોડેલ સ્કૂલ મોટીબરારના જણાવ્યા અનુસાર, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ અંતર્ગત જિલ્લા લેવલે શાળાના વિધાર્થીઓ વચ્ચે વિવિઘ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણી બધી શાળામાંથી અલગ-અલગ સ્પર્ધામાં સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો. જેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના સ્પર્ધકોમાં કવિતા લેખન સ્પર્ધામાં કુમરખાણીયા આરતીબેન ગગજીભાઈ પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા હતા. જ્યારે ચિત્ર સ્પર્ધામાં ઝાલા ઉર્વશીબેન ગગજીભાઈ દ્વિતીય ક્રમાંકે વિજેતા થતાં જિલ્લામાં મોડેલ સ્કૂલ મોટીબરાર અને ગામનું નામ રોશન કર્યુ છે. જેમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ સ્પર્ધક મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ કરી સ્પર્ધામાં ભાગ લેશે. જે મોડેલ સ્કૂલ મોટીબરારનું ગૌરવ વધારશે. જેને શાળા પરિવાર તથા શાળાના આચાર્ય બી. એન. વીડજા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.