મોરબીમાં લુખ્ખા તત્વો બેફામ રીતે પોલીસનો કોઈ ભય જ ન હોય તેમ અવાર-નવાર સામાન્ય જનતાને હેરાન કરી શહેર અને જિલ્લાની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના મોરબીનાં માલણીયાદ ગામેથી સામે આવી છે. જેમાં ઘનશ્યામ માવજીભાઇ કણઝરીયા નામના શખ્સ પર છ થી આઠ જેટલા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરબીનાં માલણીયાદ ગામે ઘનશ્યામ માવજીભાઇ કણઝરીયા નામના વ્યક્તિ પોતાના ઘરની પાછળના ભાગમાં શેરીમાં ઉગી નીકળેલ ઘાસ કપાતા હતા. પરંતુ તેઓનું આ કામ અમુક શખ્સોને ન ગમતા રતીલાલ મુળજીભાઇ પરમાર, ગવાનજી મુળજીભાઇ પરમાર, કિશોર મુળજીભાઇ પરમાર અને મુળજી હરજીભાઇ પરમાર નામના શખ્સોએ ફરિયાદી પર ધારીયા, ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી ઘનશ્યામભાઇ સહીત સાહેદ ત્રિભોવનભાઇ તથા કંચનબેન પર પણ આરોપીઓએ હુમલો કરતા ઈજાઓ પહોંચી હતી. તેમજ થોડીવાર પછી અન્ય રુખીબેન મુળજીભાઇ પરમાર, મનિષાબેન કિશોરભાઇ પરમાર, ભાવનાબેન રતિલાલભાઇ પરમાર અને ભગવાનજીભાઇની પત્નીએ આવી પથ્થરા ઘા કરી ફરિયાદી અને તેમના સાથીઓ પાર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ હળવદ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ઘનશ્યામ માવજીભાઇ કણઝરીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ પોલીસે ઇ.પી.કો કલમ ૩૨૩,૩૨૪,૩૨૫,૩૩૭,૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી છે.