Monday, November 25, 2024
HomeGujaratમોરબીની ટ્રાફીક સમસ્યા ઉકેલવા મચ્છુ નદી પર નવા બ્રીજ બનાવો : કાંતિલાલ...

મોરબીની ટ્રાફીક સમસ્યા ઉકેલવા મચ્છુ નદી પર નવા બ્રીજ બનાવો : કાંતિલાલ અમૃતિયા

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી

- Advertisement -
- Advertisement -

મોરબી: મોરબી જીલ્લો બન્યા બાદ પહેલા કરતાં પણ ખૂબ ઝડપથી વિકાસ પામતું વિશ્વ વિખ્યાત ઔદ્યોગીક શહેર છે. શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ કાઠિના એક બાજુએ નેશનલ હાઈવેની આસપાસ અંદાજે ૪૦ કિ.મી. લંબાઇમાં ઔદ્યોગીક એકમો આવેલો છે અને બીજી તરફ મોરબીનો મોટા ભાગનો રહેણાંક વિસ્તાર આવેલો છે.ત્યારે શહેરમાં ટ્રાફીક સમસ્યાએ માજા મૂકી છે.

આ અંગે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, શહેરમાં એક બાજુથી બીજી બાજુએ જવા માટે હાલમાં મચ્છુ નદી પર પાડાપુલ તથા મયૂરપુલ એમ બે પુલ આવેલ છે પણ મોરબીના ટ્રાફીક તથા વાહનો તેમજ બહારગામથી આવનારા વાહનોને લક્ષમાં લેતા આ બન્ને બ્રીજ અપૂરતાં છે. એટલે બન્ને પુલ વાહનો સામે ટૂંકા પડતા હોય રોજની ટ્રાફીકની મગજમારી રહે છે.

મોરબીના મચ્છુબારી-દરબારગઢથી મહાપ્રભુજીની બેઠક સુધીનો સબમર્સીબલ બ્રીજ અને લીલાપર રોડ પરના ઇલે. સમશાનથી ભડીયાદ હેડવર્કસ જયાં રાજાશાહીના વખતની મહાજનની પાજ આવેલી છે. આ બન્ને જગ્યાએ નવા બ્રીજ બનાવવામાં આવે તો મોરબીની ટ્રાફીક સમસ્યા હળવી થશે. અકસ્માતો તથા ટ્રાફીક જામ નાબુદ થશે અથવા ઓછા થશે. આ અંગે તેઓએ પહેલા પણ રજુઆત કરેલ છે આ અંગે સ્પે.ગ્રાન્ટ ફાળવી મચ્છુ નદી પર બે પુલ બનાવવા અંગેની ઘટતી કાર્યવાહી ત્વરીત કરવાની માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!