ટંકારા : ટંકારાના નેકનામ ગામે અજાણ્યા શખ્સોએ આખલા ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોય, જેના કારણે આખલાના પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવને લઈને ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સેવાભાવી નાગરિકોએ આ આખલાને સલામત સ્થળે લઈ જઈ તેની સારવાર કરી હતી.