હળવદમાં ગુનેગારોની ગેરકાયદે મિલકત પર પોલીસ દ્વારા બૂલડોઝર ફેરવવામાં આવ્યું છે. ચરાડવા ગામે સદામ ભટ્ટી અને આમીન કાજેડિયા નામના હિસ્ટ્રીશીટરની ગેરકાયદેસર મિલકત તોડી પડાઈ છે. જેમાં એક ઝૂંપડું અને એક પાકું મકાન અમલી આશરે રૂપિયા પાંચ લાખની કિંમતની જમીન પોલીસે ખૂલ્લી કરાવી છે.
મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હળવદના ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી.મિલ પાસે રહેતા સદામ ગુલમહમદ ભટ્ટી વિરુધ્ધમાં ઈંગ્લીશ, દેશી દારૂ, મારામારી, અપહરણ તથા અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે. તે અસામાજિક તત્વનું કબજા ભોગવટાનું રહેણાંક સરકારી જમીન પર હોવાનું પ્રાથમિક તપાસ કરતા જણાઈ આવતા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આશરે 150 ચોરસ વાર જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે રૂ.3,50,000/- નું દબાણ કરી પાકું મકાન બનાવેલ હોય જેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. તેમજ આમીન અનવરભાઈ કાજેડિયા (રહે.ચરાડવા તો.હળવદ) વિરુધ્ધ ઈંગ્લીશ દારૂ અને દેશી દારૂના ગુન્હાઓ દાખલ થયેલ છે. જેને ચરાડવા pgvcl ઓફિસ પાસે આશરે જગ્યા 100 ચોરસ વાર જેની કિંમત આશરે 1,50,000/- જેટલી હોય જે જમીન ઉપર ઝૂંપડું કરી દબાણ કરેલ હતું. જેનું ડિમોલેશન કરવામાં આવેલ છે. આમ ચરાડવા ગામે ઉપરોક્ત બંને બૂટલેગરોએ સરકારી જમીન કુલ આશરે 250 ચોરસ વાર જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખની જમીન ઉપર દબાણ કરેલ હોય જે જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું છે.