Saturday, January 18, 2025
HomeGujaratમોરબીમાં નિતીનનગર પાસેથી બુલેટ બાઈકની ચોરી

મોરબીમાં નિતીનનગર પાસેથી બુલેટ બાઈકની ચોરી

મોરબીમાં બાઈક ચોરોએ નિતીનનગર પાસે તરખાટ મચાવ્યો છે. ગત તા.૨૪/૦૨/૨૦૨૩ ના રોજ મોરબીનાં નિતીનનગર પાસેથી એક બુલેટ બાઈકની ઉઠાંતરી થઈ હતી. જે મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના નાની વાવડી શિવગંગા રેસી ડેન્સી ખાતે રહેતા મૂળ અમદાવાદના અજયભાઇ પ્રવિણભાઇ સોલંકી નામના યુવકે પોતાની રૂ.૯૦,૦૦૦/-ની કિંમતનું GJ-01-MZ-0072 નંબરની રોયલ ઇન્ફીલ્ડ ક્લાસીક ૩૫૦ સી.સી.નું ૨૦૧૭ નુ મોડલનુ બ્લેક કલરનુ બુલેટ મોરબીના રાજપર રોડ નિતીનનગર ખાતે ગત તા.૨૪/૦૨/૨૦૨૩ ના સાંજના છ વાગ્યા આસપાસ પાર્ક કરી હતી. અને બીજા દિવસે સવારના આશરે નવ વાગ્યા આસપાસ આવી જોતા તેને સ્થળ પર પોતાનું બુલર્ટ જોવા મળ્યું ન હતું. જેથી તેણે જાત તપાસ કર્યા બાદ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!