Thursday, January 9, 2025
HomeGujaratવાંકાનેરમાં રોંગ સાઈડમાં આવતા બાઈકે અન્ય બુલેટ બાઇકને ઠોકરે ચડાવતા બુલેટ ચાલક...

વાંકાનેરમાં રોંગ સાઈડમાં આવતા બાઈકે અન્ય બુલેટ બાઇકને ઠોકરે ચડાવતા બુલેટ ચાલક ઈજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર વાંકાનેર કુંભારવાડા ગરબી ચોક પાસે રહેતા વીરમભાઇ કાનજીભાઇ ભુંભરીયા ઉવ ૨૬ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં બાઈક રજી.જીજે-૩૬-એએમ-૧૨૦૦ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તા.૨૧/૦૩ ના રોજ રાત્રીના ૮ વાગ્યાના અરસામાં વિરમભાઇ બુલેટ મોટર સાયકલ રજી. નં. જીજે-૩૬-એએચ-૦૦૬૩ લઇને નર્સરી ચોકડી થી વાંકાનેર તરફ જતા હોય ત્યારે વાંકાનેર વાસુકીદાદાના મંદીર સામે કટ પાસે રોંગ-સાઈડમાં ચલાવીને આવી રહેલ બાઈક ચાલકે પોતાનું બાઈક પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી વિરામભાઈના બુલેટને જોરદાર ટક્કર મારતા તેઓને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચ્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે ઉપરોક્ત બાઈક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની તપાસ આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!