Saturday, January 11, 2025
HomeGujaratહળવદમાં રીક્ષા ચાલકની દાદાગીરી,રાહદારી સાથે રીક્ષા અથડાવી ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી...

હળવદમાં રીક્ષા ચાલકની દાદાગીરી,રાહદારી સાથે રીક્ષા અથડાવી ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી

હળવદમાં સરા ચોકડી ખાતે સાઈડમાં ચાલીને જઈ રહેલા રાહદારી સાથે રીક્ષા અથડાવી રાહદારી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. રીક્ષા ચાલકનો વાંક હોવા છતાં રાહદારી પરપ્રાંતિય યુવકનો કોલર પકડી જાનથી મારીનાખવાની ધમકી આપી બીજીવાર પગ ઉપરથી રીક્ષા ફેરવીને નાસી ગયો હતો. સમગ્ર બનાવ અંગે પરપ્રાંતિય યુવક દ્વારા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના ભેળી પોસ્ટ બડગાંવના વતની અને હાલ હળવદ મામાના ચોરા વિસ્તારમાં શાક માર્કેટ સામે રહેતા અંકીતકુમાર સતપાલ શર્મા ઉવ.૨૩ એ હળવદ પોલીસ મથકમાં રીક્ષા ચાલક આરોપી સંજયભાઇ મેપાભાઇ ભરવાડ રહે.હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા. ૧૫/૦૭ના રોજ સવારે ૮ વાગ્યાના અરસામાં અંકિતકુમાર ચાલીને જતા હોય ત્યારે હળવદ સરા ચોકડી પાસે જૈનમ સ્વીટ એન્ડ ફરસાણની દુકાન સામે રીક્ષા ચાલક સંજયભાઈ ભરવાડે ફરિયાદી અંકિતકુમાર સાથે પોતાની રીક્ષા અથડાવી અંકિતકુમાર સાથે બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો. આરોપી રીક્ષા ચાલકે અંકિતકુમારને ગાળો આપી કોલરથી શર્ટ ખેચી ઝપાઝપી કરી બીજીવખત પગ ઉપર રીક્ષા ચડાવી દઈ સામાન્ય મુઢ ઈજા કરી અંકિતકુમારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!