Sunday, December 22, 2024
HomeGujaratહળવદના સોનીવાડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,આરોપી પોલીસની ગિરફ્તમાં

હળવદના સોનીવાડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,આરોપી પોલીસની ગિરફ્તમાં

હળવદ ટાઉનમાં સોનીવાડ વિસ્તારમાં બેસાડેલ ગણપતિના દર્શન કરવા ગયેલા વિપ્ર પરિવારના ઘરમાં ૨.૬૬ લાખના સોનાના દાગીનાની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે હળવદ પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીના જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ ટાઉનમાં સોનીવાડ વિસ્તારમાં આવેલ રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવેના ઘરમાં ગત તા.૦૭ સપ્ટેના રોજ ચોરી થઈ હતી. જેમાં તેઓ પરિવાર સાથે પોતાના વિસ્તારના બેસાડેલ ગણપતિ બાપાના દર્શન કરવા ગયા હોય ત્યારે ઘરના મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ રૂમમાં રાખેલા આશરે ૫૩ ગ્રામ કિ.રૂ.૨.૬૬ લાખના સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા અંગે ભોગ બનનાર દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઉપરોક્ત ઘરફોડ ચોરી અનુસંધાને હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ ટીમ અલગ અલગ ટીમો બનાવી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની વોચમાં રહી કાર્યરત હોય તે દરમિયાન એએસઆઈ. એ.એન.સિસોદીયા, પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણને મળેલ બાતમી આધારે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ધર્મેશ પ્રદિપકુમાર જોષી રહે.ઓરાવાડ હળવદવાળાને પકડી લઈ તેની પાસેથી ચોરી કરેલ આશરે ૫૩ ગ્રામ કિ.રૂ. ૨.૬૬ લાખના તમામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ આરોપીની અટક કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એલ.સેડા, એ.એસ.આઈ. એ.એન.સિસોદીયા, આર.એમ.ગોહિલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.આર.ચૌહાણ, કોન્સ્ટેબલ દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ, મનોજભાઇ ગોપાલભાઇ પટેલ, પ્રફુલભાઇ હરખાભાઇ સોનગ્રા, હિતેશભાઇ મહાદેવભાઇ સાપરા તથા લીંબાભાઇ હમીરભાઇ રબારી દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!