મોરબીમાં ગત 21 ઓગસ્ટના રોજ વાપર રોડ પર આવેલ શક્તિપ્લોટ-પ માં સેલ પેટ્રોલ પમ્પની સામે સંજય ભોગીલાલ વોરાનાં મકાનમાં થયેલ 2.15 રૂપિયાની ચોરીનો ભેદ સીટી-એ ડીવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે બે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પોલીસની તુરંત કાર્યવાહી થી મકાન માલિક અને ઓપ્ટીકલ એસોસીયેશન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાતા જ નગરદરવાજા ચોકી સ્ટાફ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા ઘરીની આજુબાજુના દુકાન તથા પેટ્રોલપંપના સી.સી.ટી.વી કેમેરા ચેક કર્યા હતા. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે, મોરબી રવાપર રોડ ઉપર સેલના પેટ્રોલપની બાજુમા નવા બની રહેલ WTC કોમ્પલેક્ષમાં બે શંકાસ્પદ ઇશમો જતા જોવા મળ્યા હતા. જેથી કોમ્પલેક્ષમાં તપાસ કરતા એક ઇશમ હાજર મળી આવતા તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા પોતે જ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. તેમજ આરોપી પાસેથી રોકડ રૂ.૯૦,૦૦૦/- તથા રહેણાક મકાનનો લોક તોડવામા ઉપયોગમા લેવાયેલ લોખંડનો અણીવાળો સળીયો મળી આવતા કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ પ્રકાશ રાનેભાઇ ટમટતા નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી. જયારે ઉતમ શાહી અને વસંતભાઇ શાહી નામના બંને શખ્સો હજુ પણ પોલીસ ગિરફ્તથી દૂર હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખતા મોરબી ઓપ્ટીકલ એસોસિએશન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.