છાત્રો વેપારથી વાકેફ થઈ નફાની કમાણી જરૂરીયાતમંદ માટે ડોનેશન કરશે
ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા દ્વારા શસકત સમાજમાં સ્ત્રી આર્થીક આયામને અવગત થઈ મનીનો મહાત્મ્ય સમજે એવા ઉમદા આશ્રય સાથે બિઝનેસ ફેર 2025નું આયોજન કર્યું છે જેની ખાસ બાબત એ છે કે બાળ છાત્રો એ તૈયાર કરેલી ચિજોનુ વેચાણ અને એ રકમને જરૂરીયાતમંદ માટે જાતે ડોનેશન કરી નવી કેડી કંડારશે
એક સ્ત્રી એ સમાજનું અને પરીવારનું પાલન પોષણ સહિતની સવેદના સાથે સહયોગ ની ભાવના કેળવે તથા આવક જાવક વેપાર ધંધા ઉપરાંત સામાજિક ઉત્થાન માટે આર્થિક મદદ કરી શકે એવા ઉમદા આશ્રય સાથે ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા દ્વારા આગામી 28 માર્ચે ને શુકવારે શાળા સંકુલમાં સવારે 9 થી સાંજે 4 સુધી બિઝનેસ ફેર નું આયોજન કર્યું છે જેમાં બાળ છાત્રો હેન્ડી ક્રાફટની ચિજો ગેમીગ વસ્તુ માટીના વાસણો બ્યુટી પ્રોડક્ટ સ્ટેશનરી સાડી ડ્રેસ સુઝ ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત ભારતના દરેક પ્રાંતની ઝાંખી થીમ થકી વેચાણ પ્રક્રિયાની તાલિમ મેળવશે આ તકે નફાની કમાણી જરૂરીયાત વાળા બાળકોને મદદ કરી આપવાનો આનંદ મેળવી કમાણી બચત કરકસર અને ડોનેશન સહિતની બાબતો પ્રેકટીકલ કરી અનુભવ કેળવશે.
શાળા ના આચાર્ય અસ્મિતાબેન ગામી એ જણાવ્યું હતું કે આજનું બાળક આગામી દેશનું ભાવિ છે એવામાં સ્ત્રી તરીકે બાળાઓ વાલીઓ તમામ માંગ પુરી કરતા હોય પૈસાનું મહત્વ સમજે એટલા માટે અભ્યાસ સાથે લાઈફ સ્કિલ તાલિમ અંતર્ગત આ આયોજન કર્યું છે જેમાં ટંકારા તાલુકાના તમામ લોકોને પરીવાર સાથે પધારવા આમંત્રણ પાઠવ્યું છે.