Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં મિનરલ વોટરના નામે ધીકતો ધંધો:લોકોના આરોગ્ય સાથે ચેડા છતાં તંત્ર...

મોરબી જિલ્લામાં મિનરલ વોટરના નામે ધીકતો ધંધો:લોકોના આરોગ્ય સાથે ચેડા છતાં તંત્ર મૌન

હળવદ પંથકમાં પાણીને ઠંડુ રાખવા નુકસાનકારક નાઇટ્રોજન કેમિકલ નો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ, ઠંડા પીવાના પાણીનુ ખુલ્લેઆમ વેચાણ, ફુડના તમામ નિયમોની એસીતેસી કરી પાણીના પૈસા બનાવનાર સામે તંત્ર લાચાર

- Advertisement -
- Advertisement -

સમગ્ર રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી તાપમાન 45° ડીગ્રી સુધી પહોંચ્યું છે આવી કાળજાળ ગરમીમાં મોટાભાગના લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડુ પાણી પીવાનું વધુ પસંદ કરે છે ત્યારે હળવદ શહેર સહિત ગ્રામ્ય પંથક વિસ્તારોમાં ઠંડા પાણીના જગમાં કલાકો સુધી ઠડુ પાણી રહે તે માટે નાઇટ્રોજન કેમિકલ પ્રવાહી સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે લાંબા સમયે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે તેવી શક્યતાઓ સેવાય રહી છે ત્યારે આવા નુકસાનકાર મીનરલ પાણીના પ્લાન્ટ માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઉઠવા પાવી છે.

આ કાળઝાર ગરમીમાં લોકો ગરમીથી બચવા મીનરલ વોટરના બાટલા ઘરે-ઘરે મંગાવી રહ્યા છે પરંતુ વિચારે કે આ મીનરલ વોટરના નામે પધરાવવામાં આવતું ખરેખર મિનરલ વોટર ISI નો માર્કો છે ત્યારે હળવદ શહેરમાં અનેક મિનર લ વોટરના પ્લાન્ટો બિલાડીના ટોપ માફક વધી રહ્યા છે જેમાંથી અમુક મિનરલ વોટર પ્લાન્ટ વાળા પાસે લાઈસન્સ છે,બાકી બીજા મિનરલ વોટર પ્લાન્ટ વાળા પાસે આઈએસઆઈ નો માર્કો જ નથી ,ફાયદા ના છીથરા ઉડાડી લોકોના જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા ફરી રહ્યા છે તેવું શહેરીજનોમાં ચર્ચા રહ્યું છે, અમુક માસ્ટર મંડ્યા તો આઈએસઆઈના માર્કા લાઇસન વગર લગાવીને મિનરલ વોટરનું ઉત્પાદન હળવદ પંથકમાં ખુલ્લેઆમ કરી રહ્યા છે, સટીફાઈડ માર્કા વગર તથા લાયસન્સ વગર પીવાનું પાણી વહેચવુ એ ગુનાહિત છે, આવા બિનઅધિક મિનરલ વોટરના પ્લાન્ટો સામે તંત્ર પગલાં લેશે તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે.

જ્યારે ઠંડા પાણીના બાટલા ઠંડા રાખવા માટે નાઇટ્રોજન કેમિકલ કલાકો સુધી પાણીને ઠંડુ રાખે છે પણ તે નુકસાન પણ ભારે કરે છે આવા તત્વો દ્વારા 20 લીટર પાણીમાં માત્ર એક ટીપા જેટલો નાઇટ્રોજન નાખવાની સાથે જ પાણી બરફની માફક ઠંડુ કરી નાખે છે પરંતુ આ નાઈટ્રોજન કેમિકલ માનવજીવન માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે આ પ્રકારનું પાણી દરરોજ લોકો પી રહ્યા છે નાઇટ્રોજન કેમિકલ એક પ્રકારનું એસિડ છે જે ફ્રીજ તથા એસી જેવા ઠંડા સાધનોમાં વપરાશ થાય છે નાઇટ્રોજન પ્રવાહીનો ઉપયોગ લોખંડ અથવા ધાતુમાં ઝડપથી ઘસારો ન લાગે તે માટે તેને નાઇટ્રોજન કેમિકલ માંથી પસાર કરવામાં આવે છે નાઇટ્રોજન માઈનસ 190 ડિગ્રી તાપમાન ધરાવે છે જે શરીરમાં પ્રવેશતા જ તમામ અંગો અને ચામડીને સ્થિલ કરી નાખે છે આ સાથે નાઇટ્રોજન પ્રવાહી શરીરમાં પ્રવેશતા જ ગેસના સ્વરૂપમાં રૂપાંતર થાય છે જે જઠર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે તો આવા તત્વો સામે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઉઠવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!