Sunday, January 5, 2025
HomeGujaratહળવદમાં પાણી વિતરણમાં ધાંધિયા: મહિલાઓએ બેડારાસ અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

હળવદમાં પાણી વિતરણમાં ધાંધિયા: મહિલાઓએ બેડારાસ અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

મોરબી પંથકમાં ચાલુ વર્ષે ભારે મેઘમહેર થતા નદી નાળાઓ છલકાઈ ગયા છે છતાં પણ હળવદમાં પાણી વિતરણમા ધાંધિયા યથાવત રહેતા મહિલાઓએ વાહનો રોકી વિરોધ નોંધાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદની સ્વામિનારાયણનગર સોસાયટીમાં છેલા એક માસથી પાણી વિતરણમાં અવાર નવાર અવ્યવસ્થા સર્જાતા મહિલાઓ તોબા પોકારી ગઈ છે. આ અંગે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો અંત ન આવતા કંટાળી ગયેલી મહિલાઓ આજે રસ્તા પર ઉતરી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ બેડાં સાથે એકત્રિત થઈ તંત્ર વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલીક અને નિયમિત પાણી આપોની માંગ કરી હતી. મહિલાઓએ બેડાં રાસ રમી વાહનો ટકાવતા રોડ ઉપર ચક્કાજામના દ્રસ્યો સર્જાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!