હળવદમાં વેપારીએ ગત મોડી સાંજે પોતાની લાયસન્સ વાળી પિસ્તોલથી પોતાના લમણે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે, તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદમાં ભવાની ગ્રુપના વેપારી બકાભાઈ ઠક્કરએ વેપારીએ પોતાના જ લમણે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. વેપારીએ પોતાના પરવાના વાળા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં તેણે એકલવાયા જીવનથી કંટાળી પોતાની મરજીથી ગોળી મારી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેપારી ભાજપ સાથે જોડાયેલા છે અને અને અનેક નેતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. ત્યારે વેપારી બકા ઠક્કરને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે