મોરબી શહેરના એસપી રોડ વિસ્તારમાંથી આઇપીએલ ક્રિકેટ મેચના રનફેર પર ફોન દ્વારા જુગાર રમતા એક વેપારીને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે પકડાયેલ આરોપીની પૂછતાછમાં જુગારના સોદા લેનારનું નામ બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૭,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે શહેરના પોશ વિસ્તાર એવા એસપી રોડના નાકે રેઇડ કરી IPL ક્રિકેટ મેચમાં રનફેરનો ફોન પર જુગાર રમતા નરેશભાઈ સવજીભાઈ વિડજા ઉવ.૫૭ રહે.એસપી રોડ કસ્તુરી ગ્રીન સોસાયટી બી-૨ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૪૦૨ વાળાને પકડી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૨ હજાર તેમજ એક મોબાઇલ સહિત કુલ રૂ.૭,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં મોરબીના ઇમરાનભાઈ સાથે ફોન ઉપર વાતચીત કરી રનફેરના જુગારના સોદા લખાવતા હોવાની કબૂલાત આપતા, પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.