મોરબીના શકત શનાળા ગામે પાટીદાર હિલ્સ એપાર્ટમેન્ટના રહેણાંક ફ્લેટમાંથી વિદેશી દારૂની ૬ બોટલ સાથે પોલીસે એક વેપારીની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગતો મુજબ, મોરબીની ભાગોળે આવેલ શકત શનાળા ગામે ઉમિયા સોસાયટીમાં પાટીદાર હિલ્સ બ્લોક નં.૧૦૧માં રહેતા વેપારી કાંતિભાઈ પનારા પોતાના રહેણાંક ફ્લેટમાં દારૂ વેચાણ કરતા હોવાની મળેલ બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, દરોડા દરમિયાન રહેણાંક ફ્લેટમાંથી ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૬ નંગ બોટલ કિ.રૂ.૪,૧૭૬/-નો જથ્થો મળી આવ્યો હતો, આ સાથે આરોપી કિશોરભાઈ ઉર્ફે કાંતિભાઈ હરજીભાઈ પનારા ઉવ.૪૮ રહે. મૂળ કોયલી તા.ટંકારા હાલરહે. શકત શનાળા પાટીદાર હિલ્સ વાળાની અટક કરવામાં આવી છે.