આર્ટ ઓફ લીવીંગ મોરબી પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા સ્પેશ્યલ ત્રી દિવસીય રેસીડેન્શીયલ કોર્ષ યોગા લેવલ 2 નું આયોજન સીનીયર ટીચર ભારતીબેન કાથરાણી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આર્ટ ઓફ લીવીંગના ઇન્ટરનેશનલ અને સીનીયર ટીચર શૈલેશજી રાઠોડ દ્વારા યોગ, આસન અને પ્રાણાયામ પતંજલિ યોગ સત્રમાં દર્શાવેલ નેચરલ પદ્ધતિથી શરીર અને મનને ડીટોક્સ કરવાની પ્રોસેસ આગવી શૈલીમાં અદભુત રીતે સમજાવી હતી આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના વિઝન, સ્વસ્થ અને નીરોગી જીવન જીવવા માટે ડીઝાઇન કરેલ યોગા લેવલ 2 નો લાભ મોરબીના જાણીતા ઉદ્યોગપતિઓ. બિલ્ડર, ડોક્ટર્સ અને ગૃહિણીઓએ લીધો હતો ૧૦૦ થી વધુ લોકોએ યોગ ક્લાસનો લાભ લીધો હતો.
આર્ટ ઓફ લીવીંગ સંસ્થા દ્વારા ૧૨ વર્ષ પહેલા યોગા લેવલ 2 કોર્ષ લોન્ચ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં એતિહાસિક ૧૦૨ પાર્ટીશીપન્સ સાથે કોર્ષ પૂર્ણ કર્યો હતો જે કાર્યક્રમને સફળ બનાવવા ડો. હર્ષાબેન મોર, ભરત કામરીયા, દિવ્યેશભાઈ સવસાણી, સંતોષભાઈ વિડજા, દિલીપભાઈ મોર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.