મોરબી જીલ્લામાં ૨૨ જૂન ૨૦૨૫ના રોજ ૪૦ ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્યસત્ર, સરપંચ અને વોર્ડસભ્યોની પેટા ચૂંટણી યોજાશે. કુલ ૭૯ મતદાન મથકો નિર્ધારિત થયા છે અને જીલ્લામાં કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા આર.ઓ. અને એ.આર.ઓ.ની નિયુક્તિ થઈ છે.
મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે આગામી ૨૨ જૂને મતદાન યોજાશે. અગાઉ ૧૯૨ જગ્યાઓ માટે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે હવે નવા વિભાગલાયક ગામોમાં કુલ ૪૦ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણીઓમાં સામાન્ય તથા મધ્યસત્ર પ્રકારની ૨૭, સરપંચ માટે ૫ અને વોર્ડ અને વોર્ડના સરપંચ માટે અન્ય ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ ૭૯ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા આર.ઓ. અને એ.આર.ઓ.ની નિમણૂક કરી, તમામ તાલુકાઓમાં યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
હળવદ તાલુકાની ગ્રામ પંચાયતો:
1. ઇશનપુર (સરપંચ, વોર્ડ નં. ૧, ૨, ૪ થી ૮)
2. રાયસંગપુર (સરપંચ)
3. વેગડવાવ (સરપંચ, વોર્ડ નં. ૧ થી ૮)
4. ઈશ્વરનગર (સરપંચ, વોર્ડ નં. ૧ થી ૩, ૫ થી ૮)
5. મંગળપુર (સરપંચ)
6. શિવપુર (સરપંચ, વોર્ડ નં. ૧ થી ૮)
7. નવા વેગડવાવ (સરપંચ, વોર્ડ નં. ૨ થી ૮)
8. રાણેકપર (સરપંચ & વોર્ડ પેટા, વોર્ડ નં. ૮)
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતો:
1. પંચાસીયા (સરપંચ, વોર્ડ નં. ૧ થી ૧૦)
2. કાશીપર ચાંચડીયા (સંયુક્ત) (સરપંચ, વોર્ડ નં. ૨, ૩ અને ૬)
3. પલાસડી (સરપંચ, વોર્ડ નં. ૪, ૭ અને ૮)
4. ભેરડા (સરપંચ, વોર્ડ નં. ૧ થી ૮)
5. સિંધાવદર – વિડી ભોજપરા (સંયુક્ત) (સરપંચ, વોર્ડ નં. ૧ થી ૯)
6. ભાટીયા (સરપંચ, વોર્ડ નં. ૨ થી ૯)
7. પીપળીયારાજ (મધ્યસત્ર, સરપંચ, વોર્ડ નં. ૨ થી ૧૦)
8. સતાપર (સરપંચ પેટા, સરપંચ)
9. હસનપર (સરપંચ & વોર્ડ પેટા, સરપંચ)
10. શેખરડી (સરપંચ પેટા, સરપંચ)
11. ખીજડીયા-પીપરડી (સરપંચ & વોર્ડ પેટા, સરપંચ)
12. પાજ (સરપંચ પેટા, સરપંચ)
13. લુણસર (વોર્ડ પેટા, વોર્ડ નં. ૭)
14. આણંદપર (વોર્ડ પેટા, વોર્ડ નં. ૭)
ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતો:
1. લજાઈ (સામાન્ય, સરપંચ)
2. જબલપુર (સામાન્ય, વોર્ડ નં. ૩, ૫, ૬, ૭)
માળીયા તાલુકાની ગ્રામ પંચાયતો:
1. બોડકી (સામાન્ય, સરપંચ)
2. નંદનવન (સામાન્ય, સરપંચ)
3. ચાચાવદરડા (સામાન્ય, સરપંચ વોર્ડ નં. ૨, ૩, ૫, ૬ અને ૭)
મોરબી તાલુકાની ગ્રામ પંચાયતો:
1. આમરણ (સામાન્ય, સરપંચ વોર્ડ નં. ૧, સરપંચ વોર્ડ નં. ૨ થી ૮)
2. ડાયમંડનગર (સામાન્ય, સરપંચ વોર્ડ નં. ૧)
3. ધુળકોટ (સામાન્ય, સરપંચ વોર્ડ નં. ૧, ૨, ૪ થી ૮)
4. ઉટબેટ (શા) (સામાન્ય, સરપંચ)
5. જીવાપર આ. (સામાન્ય, વોર્ડ નં. ૪ અને ૭)
6. લક્ષ્મિનગર (સામાન્ય, સરપંચ)
7. રાજપર કું (સામાન્ય, સરપંચ, વોર્ડ નં. ૧ થી ૭)
8. ધરમપુર (મધ્યસત્ર, સરપંચ)
9. આંદરણા (સરપંચ પેટા, સરપંચ)
10. ખરેડા (સરપંચ પેટા, સરપંચ, વોર્ડ નં. ૧)
11. જેપુર (સરપંચ & વોર્ડ પેટા, સરપંચ)
12. અણીયારી (વોર્ડ પેટા, વોર્ડ નં. ૧)
13. મકનસર (વોર્ડ પેટા, વોર્ડ નં. ૭)
આ તમામ પંચાયતોમાં ચૂંટણીઓની પ્રક્રિયા શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે પાર પાડી શકે તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ કામગીરીને આખરી ઓપ આપવા માટે કાર્યરત થઈ ગયા છે.