રાજકોટથી અમદાવાદ ટ્રેન મારફત જઈ રહેલ વૃદ્ધ વચ્ચ રસ્તે ઉતરી જતા તેમના પરિવારજનો દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગમ થયા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે વાંકાનેર સીટી પોલીસની સી-ટીમે વૃદ્ધાની તપાસ હાથ ધરી તેઓને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન મુજબ. મહીલા તેમજ બાળકો વિરૂધ્ધ બનતા બનાવોમા સંવેદનશીલ રહી કામગીરી કરવા જણાવેલ હોય જે આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.આઇ.ને મળેલ માહીતી મુજબ, ઉમા લક્ષ્મી જોષી નામની વૃદ્ધા રાજકોટથી અમદાવાદ વચ્ચે, રેલ્વે મુસાફરી દરમ્યાન ગુમ થયેલ હોય. જે આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી. અમરસર રેલ્વે સ્ટેશનથી વાકાનેર રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં તાત્કાલીક ગુમ થનાર બેનનો ફોટો બતાવી તપાસ કરવા સી-ટીમના સ્ટાફને પેટ્રોલીંગ ફરી ગુમ થનાર બાબતે હકીકત મેળવવા સુચના કરતા રાજાવડલા ગામ પાસે આવી ગુમ થનારનો ફોટો બતાવી આજુબાજુમા પુછપરછ કરતાં આ ફોટાવાળા રાજાવડલા ગામની સીમમા આવેલ જંગલ વિસ્તારમા જતાં જોયેલ હોવાનુ જાણવા મળતા તપાસ કરતા ડુંગરાળ વિસ્તારમાં વૃદ્ધા અર્ધબેભાન હાલતમાં મળી આવેલ હોય જેઓને હોસ્પીટલમા સારવારની જરૂરત હોય જેથી તેઓને સી-ટીમ દ્વારા વાંકાનેર સરકારી હોસ્પીટલ લઇ જઇ જરૂરી સારવાર કરાવતા મહીલા ભાનમા આવેલ હોય અને પોતાનુ નામ ઉમા લક્ષ્મીબેન જોષી જણાવેલ હોય જેથી તેઓએ પશ્ચીમ રેલ્વેનાં અમદાવાદ એલ.સી.બી.ના પી.આઇ.નો સંપર્ક કરી ગુમ મહીલા મળી આવેલની જાણ તેઓને તથા મળી આવેલ મહિલાના પરીવારના સભ્યોને કરવામા આવેલ તેમજ તેઓના પરીવારના સભ્યો સાથે ગુમ થનાર બહેનાનું મિલન કરાવવામાં આવ્યું હતું. તેમજ વૃદ્ધાની સારવાર દરમ્યાન પરીવારના સભ્ય તરીકે વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા સારસંભાળ લેવામાં આવેલ હતી.