Saturday, January 11, 2025
HomeGujaratઆને પ્રેમી કહેવો હવસખોર:હળવદની યુવતીના પ્રેમીએ બિભત્સ કલીપિંગ ઉતારી વાયરલ કરવાની ધમકી...

આને પ્રેમી કહેવો હવસખોર:હળવદની યુવતીના પ્રેમીએ બિભત્સ કલીપિંગ ઉતારી વાયરલ કરવાની ધમકી આપી દેહ પિંખ્યો: બે શખ્સો સામે ગુનો નોંધાયો

માં બાપ અને યુવતીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો : પ્રેમી અને તેને મદદ કરનાર બે શખ્સસો સામે  પોલીસ ફરિયાદ નોંધાતા તપાસના ચક્રો ગતિમાન

- Advertisement -
- Advertisement -

હળવદ ગ્રામ્ય પંથકમા અમુક આવારા તત્વો દ્વારા યુવતીના બિભત્સ વિડીયો ક્લીપિંગ ઉતારી વાયરલ કરવાના બનાવો બન્યા હતા,જેનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો ત્યારબાદ હળવદ પોલીસ હરકતમાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ ગ્રામ્ય પંથકમાં રહેતી એક યુવતી સોશિયલ મીડિયા મારફતે હળવદ તાલુકાના  રણજીતગઢ ગામના એક યુવકના સંપર્કમાં આવી હતી.બંને વચ્ચે મિત્રતા થઈ અને પ્રેમ સંબંધ પણ બંધાયા.જોકે બાદમાં પ્રેમીએ યુવતીને વિશ્વાસમાં લઈ વોટ્સએપ કોલિંગ કરી કપડાં કઢાવી નગ્ન વીડિયો ઉતારી લીધા.બાદમાં આ ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને યુવતીને પીંખતો રહ્યો.બાદમાં યુવકે યુવતીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેતા પીડિતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં યુવક અને તેને મદદ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હળવદ પંથકમાં રહેતી યુવતીને હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા કિશનભાઇ દિનેશભાઈ નામના યુવાને વોટ્સએપ મારફતે યુવતી સાથે કોન્ટેક્ટ કરી યુવતીને વિશ્વાસમાં લઈ વોટ્સએપમાં વીડિયો કોલિંગ કરી યુવતીને કપડાં કઢાવી નગ્ન વિડીયો ઉતારી લીધો હતો.બાદમાં આ યુવાને યુવતી ને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચાર્યું હતું.અને આ વિડીયો પણ વાયરલ કરી દીધો હતો.

જેથી આજે પીડિત યુવતીએ હળવદ પોલીસ માથે કે દગાખોર પ્રેમી કિશનભાઇ દિનેશભાઈ અને આ ગુનામાં મદદ કરનાર તેના મિત્ર અનિલભાઈ છગનભાઈ રહે રણજીત ગઢ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે  ફરિયાદ નોંધાવતા પોલીસે 376 (૨)(એન) આઈ.ટી એક મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા હળવદ પોલીસ એ‌ ચક્રો ગતિમાન કર્યા છે.

હળવદ પંથકની અન્ય યુવતીઓના પણ આ જ પ્રકારે વિડીયો વાયરલ થયા હોય જેથી પીડિતાઓ આવા શખ્સો સામે ડર્યા વગર પોલીસ ફરિયાદ નોંધાવે તે જરૂરી છે. હળવદ પોલીસ દ્વારા આવા નરાધમ  આવારા લુખ્ખા તત્વો રોમિયો ને પકડી જાહેરમાં સરભરા કરે તેવી શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!