મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત બીએલસી ઘટક માટે કેમ્પ યોજાશે, જેમાં વાર્ષિક રૂ. ૩ લાખથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ નવા મકાન માટે નોંધણી કરાવી શકશે. આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને રૂ. ૪ લાખ સુધીની સહાય ચાર હપ્તામાં આપશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પાક્કા મકાનનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ મળશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત લાભાર્થીઓને માર્ગદર્શન અને નોંધણી માટે BLC ઘટક હેઠળ કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વાર્ષિક આવક રૂ. ૩ લાખથી ઓછી ધરાવતા લોકો ખુલ્લા પ્લોટ અથવા કાચા-જર્જરિત મકાન ધરાવતા હોય તો નવા આવાસ માટે નોંધણી કરાવી શકશે. આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળીને કુલ રૂ. ૪,૦૦,૦૦૦ની સહાય ચાર હપ્તામાં આપવામાં આવશે. લાભાર્થીઓ સરકારની ગાઇડલાઇન મુજબ પોતાના મકાનનું બાંધકામ કરી શકશે.
કેમ્પનું આયોજન તા. ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ ક્લસ્ટર-૧૧ કચેરી (જૂની લીલાપર ગ્રામપંચાયત ઓફિસ) ખાતે અને તા. ૨૦ માર્ચ ૨૦૨૬ના રોજ ક્લસ્ટર-૧૦ કચેરી (જૂની રવાપર ગ્રામપંચાયત ઓફિસ) ખાતે સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાએ પાત્ર લાભાર્થીઓને આ કેમ્પનો લાભ લઈ પોતાની નોંધણી કરાવવા અપીલ કરી છે.









