મોરબી જિલ્લામાં માઇનોર કેનાલો તંત્રની બેદરકારીને કારણે અવાર-નવાર છલકાઈ જવી, લીકેજ થવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ફરી હળવદના ચરાડવા ગામ નજીક આવેલ નર્મદાની માઇનોર કેનાલ છલકાઇ છે. જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
મળતી માહિતી અનુસાર, હળવદના ચરાડવા અને ઇશ્ર્વરનગર ગામ વચ્ચે આવેલ નર્મદાની માઇનોર કેનાલ છલકાઇ છે. ત્યારે માઇનોર કેનાલ છલકાવાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે આ કેનાલ છલકાવવાનું કારણ ગ્રામજનો કેનાલમાં સાફ સફાઈનો અભાવ હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે કેનાલ છલકાઇ જતા કેનાલનુ બધુ પાણી બહાર વેડફાઇ રહ્યુ છે. જેને લઇ પાણી ખેડૂતોના ખેતરમા ઘુસવાની ભીતી હાલ ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે વારંવાર કેનાલ છલકાવાના બનાવથી ખેડૂતો કંટાળ્યા છે અને અનેક રજુઆત સતા કોઇ ધ્યાન નથી આપતુ હોવાનો ખેડૂતો દ્વારા હાલ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.