મોરબી જિલ્લામાં માં ત્રણ બેઠકો નો સમાંવેશ થાય છે મોરબી માળીયા ,ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા પરન્તુ હળવદ ધ્રાંગધ્રા બેઠક માં હળવદ મોરબી જિલ્લાનો તાલુકો છે જ્યારે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ છે જેથી તે બેઠક સુરેન્દ્રનગર જિલ્લાના મત વિસ્તારમાં આવે છે .
જ્યારે હળવદ ધ્રાંગધ્રા બેઠકની વાત કરીએ તો તે બેઠક પર ભાજપ દ્વારા પ્રકાશ વરમોરા ને મેદાન માં ઉતારવામાં આવ્યા છે અને મતદારો ની ચર્ચાઓ મુજબ કોળી સમાજ,દલવાડી સમાજ અને અન્ય સમાજ ના રોષ નો સામનો કરીને પણ આ ઉમેદવારની પસંદગી કરવી એનું પરીણામ સ્વરૂપે ભાજપને હળવદ ધ્રાંગધ્રા બેઠક ગુમાવવી પડી શકે છે.
જે અંગે ના સંભવિત કારણો ની વાત કરીએ તો આ બેઠક પર બેઠક પર સૌથી વધુ કોળી સમાજ બાદ પટેલ સમાજ, દલિત સમાજ અને દલવાડી સમાજ અને ત્યાર બાદ ભરવાડ રબારી અને અન્ય સમાજના મતદારો છે. અહીં ૧૦૦% ટકા મતદારોમાંથી તળપદા અને ચુવાળીયા કોળી ૨૧.૯૭ ટકા, પટેલ ૨૦.૨૬ ટકા, દલવાડી ૧૧.૯૫ ટકા,દલિત ૧૦ ટકા, મુસ્લિમ ૦૫.૫૩ ટકા, રાજપૂત ૦૪.૬૧ ટકા, ક્ષત્રીય ૦૫.૬૭ ટકા, બ્રાહ્મણ, જૈન સોની ૦૪.૬૧ ટકા, ભરવાડ-રબારી ૦૮.૪૪ ટકા અને અન્ય ૦૪.૯૫ ટકા વસ્તી ધરાવે છે.
જેમાં તળપદા અને ચુવાળીયા કોળી સમાજ ના મોટા ભાગના લોકો પોતાના સમાજને ટિકિટ ન મળવાથી નારાજ છે અને દલવાડી સમાજના લોકોમાં પણ પોતાના સમાજ ની અવગણના ને લઈને અંદરખાને ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે પપ્પુ ઠાકોર ને ઉતારાયા છે જે કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવતા નેતા માનવામાં આવે છે અને કોળી સમાજ ની નારાજગી નો સીધો ફાયદો કોંગ્રેસને મળી શકે છે તેમજ દરેક સમાજનો એક વર્ગ એવું માની રહ્યો છે કે હવે ત્રીજા પક્ષને મોકો આપવો જોઈએ તો એકલા પાટીદાર સમાજ ના મત થી આ બેઠક પર વિજય મેળવવો ભાજપ માટે અશક્ય લાગી રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે આ બેઠક પર મતદારો માટે સૌથી મોટી મૂંઝવણ એ છે કે ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા પ્રકાશ વરમોરા ને મોટા ભાગના મતદારો ઓળખતા પણ નથી તે પણ એક નિર્ણાયક મુદ્દો સાબિત થઈ શકે છે.