મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે મોડી રાત સુધી હાઈ લેવલની સસ્પેન્સ બાદ તમામ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલા પ્રદેશ અધ્યક્ષ શિયર પાર્ટી દ્વારા ફોન કરીને તમામ સંભવિત ઉમેદવારોની ટિકિટ માટે તૈયારી કરવા જણાવ્યું હતું.અને થોડી વાર પેહલા જ ભાજપ દ્વારા સતાવાર રીતે યાદી જાહેર કરવામાં આવી હતી.
જેમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો ઉપર ઉમેદવારોને ફોન કરીને સીઆર પાટીલ દ્વારા ફોન કરી ટિકિટ માટે તૈયારી કરવા જણાવવામાં આવ્યું હતું અને બાદમાં સતાવાર રીતે નામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોરબી માળિયા પરથી કાંતિલાલ અમૃતિયા, ટંકારા પડધરી બેઠક પરથી દુર્લભજીભાઈ દેથરીયા, અને વાંકાનેર કુવાડવા બેઠક પરથી જીતુભાઈ સોમાણીનુ નામ જાહેર કરવા આવ્યું છે.
આ તમામ ઉમેદવારો ના નામો ની જાહેરાત થતા ત્રણે ઉમેદવારો ના સમર્થકો તેમના નિવાસ સ્થાન તેમજ કાર્યાલય પર પહોંચી ગયા છે અને સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો હતો .