મોરબીની ત્રાજપર ચોકડી નજીક કાર ભડભડ સળગી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર સ્ટાફની મહામહેનતે આગ પર કાબુ મેળવાયો હતો.
મોરબીની ત્રાજપર ચોકડી નજીક હાઈવેના સર્વિસ રોડ પર અચાનક કોઈ કારણસર કાર સળગી ઉઠી હતી. ટ્રાફીકથી ભરચકક રોડ પર કારમાં આગ લાગતા અફરતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ સમયસુચકતા વાપરી તત્ક્લિક કાર નીચે ઉતરી જતા તેઓનો બચાવ થયો હતો. વધુમાં કારમાં આગની ઘટનાની જાણ થતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં અવિરત પાણીનો મારો ચલાવી આગ પર મહામહેનતે કાબુ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કારસવાર લોકો હેમખેમ ઉતરી જતા
આ ધટનામાં સદનશીને કોઈ જાનહાની થવા પામી નથી.