જાણવા મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગર રતનપર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા નિવૃત પોલીસકર્મી હર્ષદરાય રતીલાલભાઈ જાની ઉવ.૫૯ ગઈ તા.૦૩/૦૨ ના રોજ તેમની ફોર વ્હીલ વેગેનાર ગાડી રજી નં જીજે-૧૩-સીએ-૧૧૧૫ વાળી લઇ મહેન્દ્રનગરથી ઘુંટુ હરીઓમ પાર્ક સોસાયટી ખાતે જતા હતા ત્યારે ઉમા રેસીડેન્સી સોસાયટીની આગળ એક રોડનુ કામ ચાલુ હોય જેથી રોડ બંધ કરેલ હોય આ માટે હર્ષદરાય તેમની વેગનાર સામેના ઘુંટુથી મહેન્દ્રનગર રોડ ઉપર ચલાવીને જતા હોય ત્યારે સામેથી ખોડીયાર ટ્રાવેલ્સ રજી. નં- જીજે-૦૬-એવી-૨૫૫૧ ના ચાલકે તેની ટ્રાવેલ્સ પુરઝડપે ચલાવી આવી વેગનઆર કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં કાર ચાલક નિવૃત પોલીસકર્મી હર્ષદરાયને હાથની આંગળીઓ તથા કાંડાના ભાગે તેમજ પેટના ભાગે બંને પાંસળીઓમાં મુંઢ ઇજા પહોંચી હતી, હાલ કાર ચાલક હર્ષદરાયે અકસ્માતના બનાવ મામલે હોસ્પિટલના બિછાનેથી તાલુકા પોલીસ સમક્ષ આરોપી ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.