મોરબીના જેતપર-રાપર રોડ પર કાર તળાવમાં ખાબકતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મહેન્દ્રનગરના નિલેશભાઈ કાનાણી અને ભીખાભાઈ તલસાણીયાના મોત નિપજ્યા છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના રાપર-જેતપર રોડ ઉપર રાપર ગામની સીમમાં ગઈકાલ તા.૨૨/૦૨ના રોજ એક ગોઝારી અકસ્માતની દુર્ઘટના બની હતી. જેમાં મહેન્દ્રનગરના નિલેશભાઈ પ્રાણજીવનભાઈ કાનાણી ઉવ.૩૪ અને ભીખાભાઈ નીતિનભાઈ તલસાણીયા ઉવ.૩૦ વાળા ફોરવ્હીલ કારમાં જઈ રહ્યા હતા, ત્યારે કોઈ કારણોસર કાર પાણી ભરેલી તળાવડીમાં ખાબકી ગઈ હતી. વાહન સહિત પાણીમાં ડૂબી જતા બંને યુવાનોના દુખદ મોત નિપજ્યા હતા. બંને આશાસ્પદ યુવાનોના મોત નિપજતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. ત્યારે નાના એવા ગામમાં ભારે શોક છવાઈ ગયો હતો. બનાવ બાદ બંને યુવકોના મૃતદેહ સી.એચ.સી. જેતપર ખાતે લાવતા તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત નોંધી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









