રાજકોટ મોરબી રોડ હરબટીયારી ગામના પાટિયા પાસે જીવાપર ગામ જવાના ખૂણે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે કાબૂ ગુમાવતા કારે કોર્નર પર રહેલ દુકાનના છાપરાને તેમજ બાજુમાં પડેલ બે બાઇકને ઢસડીને બાજુના રહેલ ખાડામાં નાખી દીધા હતા.જો કે અક્સ્માત ના કોઈ જાનહાનિ સર્જાય ન હતી.
રાજકોટ મોરબી રોડ હળબટીયારી ગામના પાટિયા પાસે જીવાપર ગામ જવાના ખૂણે મોટર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મોરબી તરફથી રાજકોટ જતાં વાહન ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા કોર્નર પર રહેલ દુકાનના છાપરાને તેમજ બાજુમાં પડેલ બે બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ મોટર ચાલકે એકાએક કાબૂ ગુમાવતા બંને બાઈક બાજુમાં રહેલ ખાડામાં પડી ગયા હતા.જ્યારે કાર રોડ પરથી નીચે ઉતરી ઢોરા પર ઊભી રહી જવા પામી હતી.