મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહી. જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અવારનવાર સૂચના કરેલ હોવાથી તે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે માળીયા મીં પોલીસના સ્ટાફ દ્વારા પંચવટી ગામેં જાહેરમાં જુગાર રમતા ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીં. પોલીસનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે, પંચવટી ગામ રામજીમંદીરની બાજુની શેરીમાં ચાર જેટલા લોકો ગોળ કુંડાળું વાળી જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી જુગાર રમતા ડાયાલાલ વાલજીભાઇ મોરડીયા, નરભેરામ નરશીભાઇ સંધાણી, વશરામ ગોવિંદભાઇ મોરડીયા અને મનસુખ રાધવજીભાઇ ભાડજા નામના ખેડૂતો ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે રૂપીયા-૧૦,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુ.ધા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે..