મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પોલીસ બેડાને અવારનવાર સુચના આપવામાં આવતી હોય છે. જે અન્વયે મોરબી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી./જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા સુચના આપવામાં આવી હતી. જેને લઈ ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના બગથળા ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા ત્રણ ઇસમોને ૩.૮૩,૨૦૦/- રોકડ સાથે પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ગઈકાલે નાઈટ રાઉન્ડ પ્રોહી-જુગાર અન્વયે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર ઇન્દુલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ રાજાભાઈ મુંધવાની સંયુકત ખાનગી બાતમી હકીકત આધારે પોલીસે રેઈડ કરતા મોરબી તાલુકાના બગથળા ગામે બસ સ્ટેન્ડ પાસેથી કીશોરભાઈ કાનજીભાઈ ભુમલીયા, રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા અને પ્રવિણભાઈ દેવજીભાઈ ચાવડા નામના ત્રણ ઈસમો જુગાર રમતા મળી આવતા રોકડ રૂ. ૮૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે તમામને પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..