ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ખાતે બોર્ડની બાળાને અવરનેશ અને આત્મવિશ્વાસ સાથે કારકિર્દી માર્ગદર્શન ઉપરાંત યોગ, સમાજમાં સ્ત્રીની સિધ્ધિ ભાગદારી અને પ્લાસ્ટિક ઈન બોટલ સહિતના વિષય પર તજ્ઞન દ્વારા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે 5 ફેબ્રુઆરીના રોજ સીઆરસી ટંકારા તથા રિજોય એનજીઓ અને સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓરપેટ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા આ વિદ્યાર્થીનીને સ્વસ્થ રીતે પરીક્ષા લખી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું ટંકારા સીઆરસી માંથી બી.આર સી કલ્પેશભાઈ ફેફર અને તમામ તાલુકાના સી.આર.સી ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષભાઈ સાણજાએ વિદ્યાર્થીનીઓને કઈ કારકિર્દી પસંદ કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મોરબી જિલ્લાના કોર્ડીનેટર રુપલબેન શાહ દ્વારા પણ વિદ્યાર્થીનીઓને તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તે માટે માર્ગદર્શન આપ્યું અને નિષ્ફળતા મળે તો પણ હતાશ ન થવું અને સતત આગળ વધતા રહેવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.ઓજ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટના સંચાલક હેતલબેન જોશી દ્વારા પણ કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્લાસ્ટિક ઇન બોટલ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.રીજોય એન જી ઓ સાથે મળીને પ્લાસ્ટિક મુક્ત ભારત મુહિમ હેઠળ શાળાએ કરેલ આ પ્રોજેક્ટ માં 400 જેટલી બોટલ માં પ્લાસ્ટિકને મિનિમાઇઝ કરીને ભર્યું હતું. તથા તે થકી આપણે કેટલું પ્લાસ્ટિક ઉત્પાદિત કરીએ છીએ તેની પણ વિદ્યાર્થીઓની માહિતી આપવામાં આવી હતી. ટંકારાના આસ્તાનાબેન પણ સક્રિય રીતે કાર્યક્રમ મા જોડાયા હતા.આઈ.ટી.આઈ કચેરીમાંથી આવેલા તજજ્ઞશ્રીઓએ પણ આઈ.ટી.આઈ ના કોર્સ અને તે થકી સ્કિલ ડેવલપમેન્ટ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ પંચાણ ભાઈ ભૂત, ઉપપ્રમુખ હીરાભાઈ ફેફર, મંત્રી ધનજીભાઈ ઝાલરીયા સર્વે ટ્રસ્ટીઓ કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા,આચાર્ય અસ્મિતાબેન ગામી, શાળાના સમગ્રસ્ટાફ ગણની જહેમતથી ખૂબ સફળ રહ્યો હતો.