Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરમાં બેફીકરાઈથી વાહન ચલાવવું યુવકને ભારે પડ્યું: બાઈક માઈલ સ્ટોન સાથે અથડાતા...

વાંકાનેરમાં બેફીકરાઈથી વાહન ચલાવવું યુવકને ભારે પડ્યું: બાઈક માઈલ સ્ટોન સાથે અથડાતા યુવકનું મોત

ઝડપની મજા યુવક માટે સજા બની છે. વાંકાનેરથી મિતાણા તરફ જતા રોડ પર અમરસર ગામ પાસે પુરપાટ ઝડપે જતી બાઈક સાઈડમા ઉતરી જતા રોડની સાઈડમા લગાવેલ માઈલ સ્ટોન (પથ્થરના) ખાંભા સાથે ભટકાતા યુવકને માથાના ભાગે મુંઢ ઇજા પહોંચી હતી, જેનાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરથી મિતાણા તરફ જતા રોડ પર અમરસર ગામ પાસે તળાવ સામેથી વિનેશભાઈ ઉર્ફે વિનુભાઈ ગુમાનભાઈ ભુરીયા (રહે-હાલ-છતર કેશુભાઈ પરસોતમભાઈ ભીમાણીની વાડીએ તા.ટંકારા જી.મોરબી મુળ-ગામ-કાલીયાવાવ તા.ભાભરા જી.અલીરાજપુર(મ.પ્ર.)) નામનો યુવક ગત તા.૨૫/૦૮/૨૦૨૩ ના સાંજના સમયે પોતાનું GJ-23-DC-5369 નંબરનુ મોટર સાયકલ પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા મોટર સાયકલ રોડ પરથી સાઈડમા ઉતરી જતા રોડની સાઈડમા લગાવેલ માઈલ સ્ટોન (પથ્થરના) ખાંભા સાથે ભટકાતા મોટર સાયકલ સહિત યુવક રોડ પર પડી જતા માથાના ભાગે મુંઢ ગંભીર ઇજા થતા તેમજ જમણા હાથે પોંચાના ભાગે છોલાતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન યુવકનું ગઈકાલે મૃત્યુ થતાં તેના પિતા ગુમાનભાઈ હમરાજભાઈ ભુરીયાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!