Saturday, January 11, 2025
HomeGujaratહળવદમાં ટ્રકમાંથી લોખંડના સળીયા કાઢવાનાં કારસ્તાનનો પર્દાફાશ:લાખોનો મુદ્દામાલ જપ્ત કરતી મોરબી એલસીબી

હળવદમાં ટ્રકમાંથી લોખંડના સળીયા કાઢવાનાં કારસ્તાનનો પર્દાફાશ:લાખોનો મુદ્દામાલ જપ્ત કરતી મોરબી એલસીબી

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવએ મોરબી જિલ્લામાં બનતા મિલ્ક્ય સબંધી ગુનાઓ અટકાવવા તથા ગેર કાયદેસર રીતે હાઇવ રોડ ઉપરથી પસાર થતાં વાહનોમાંથી ચીજ વસ્તુઓ ચોરી કરી કાઢવાના બનાવો બનતા અટકાવવા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને જરૂરી સૂચના આપતા સૂચન મુજબબની કાર્યવાહી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના નવાધનાળા ગામની સીમમાં ચાલતુ ટ્રકમાંથી લોખંડના સળીયા કાઢવાનું કારસ્તાન પકડી પાડી કુલ રૂ.૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી એલસીબી પી.આઇ. ડી.એમ.ઢોલને આ અંગે અસરકાર કામગીરી કરવા જરૂરી સુચના, માર્ગદર્શન આપતા એલ.સી.બી. પી.આઇ.ની સુચના મુજબ કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા પો.સબ.આઈ એલ.સી.બી., એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના માણસો આ અંગેની કાર્યવાહી કરવા પ્રયત્નશીલ હતા. ત્યારે ગઈકાલે એલ.સી.બી.ની ટિમ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ખાનગી રાહે તેઓને હકીકત મળેલ કે, માળીયા મી. હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમા અમુક ઇસમો ગેર કાયદેસર રીતે હાઇવેરોડ ઉપરથી લોખંડના સળીયા ભરી પસાર થતી ટ્રકના ડ્રાઇવરો સાથે સંપર્ક સાધી ટ્રકને ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમાં આવેલ પડતર જગ્યા તથા ગાડા માર્ગે લઇ જઇ ટ્રકમાં લોખંડના સળીયા ભરેલ ભારીઓ ટ્રાન્સપોર્ટર તથા માલ મંગાવનાર પાર્ટીને ધ્યાનમાં ન આવે તે રીતે ચોરી છુપીથી કાઢે છે. જે હકીકતના આધારે રેઇડ કરતા હકિકત વાળી જગ્યાએથી રૂ. ૧૦,૦૦,૦૦૦/- ની કિંમતનું GJ-12-BY-2094 નંબરનું ટેઇલર તથા રૂ.૨૨,૯૫,૧૫૦/-ની કિંમતના ૪૧,૭૩૦ કિ.ગ્રા. અલગ અલગ એમ.એમ.ની સાઇઝના લોખંડના સળીયા મળી કુલ રૂ.૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલ્કત તરીકે ગણી મુદામાલ કબ્જે કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી હાય ધરેલ છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!