Friday, April 26, 2024
HomeGujaratહળવદના રેત માફિયાઓ સામે કડક કાર્યવાહી અંગે પોલીસની ખાત્રીથી મામલો થાળે પડ્યો:...

હળવદના રેત માફિયાઓ સામે કડક કાર્યવાહી અંગે પોલીસની ખાત્રીથી મામલો થાળે પડ્યો: પરિવારજનોએ બાળકીની લાશ સ્વીકારી

હળવદના ધનશ્યામગઢ ગામ નજીક રેતીભરેલા કાળમુખા ડંમફરે બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સાત વર્ષની બાળકી કાળનોં કોળીયો બની જતા પરિવારજનોએ ડમ્પર અને ડ્રાઇવર ન ઝડપાઇ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી હતી. જેના 20 કલાક બાદ સુરેન્દ્રનગર જિલ્લા સાંસદે પોલીસ સાથે વાતચીત બાદ પોલીસે યોગ્ય કાર્યવાહીની બાંયધરી આપતા લાશનો સ્વીકાર કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદ પંથકના કાળ બનીને આંધળી દોટ મુકતા રેતી ભરેલા ડમ્પરોથી વિસ્તારવાસીઓ પર અકસ્માત અને મોતનો ખતરો ઝળુંબી રહ્યો હોય તેવી હાલત વચ્ચે એક વખત અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો જેમાં ધનશ્યામગઢ પાસેના રસ્તા પર રેતી ભરેલા ડંમ્ફરના ચાલકે બાઈક આડેધડ વાહન ચલાવી બાઇકને અડફેટે લેતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં નીચે પટકાયેલ સાત વર્ષની માસૂમ બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ડમ્પર ચાલક ન ઝડપાતા અકસ્માતના આજે બીજા દિવસે પણ પરીવારજએ બાળકીનો મૃતદેહ સ્વીકારાયો ન હતો. જ્યા સુધી ડંમ્ફર અને ડ્રાઇવર ન પકડાય ત્યા સુધી મૃતદેહ નહી સ્વિકારવા ના નિર્ણય પર પરીવારજનો અડગ રહ્યા હતા.
આ દરમિયાન સરકારી હોસ્પિટલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોર, પપ્પુભાઇ ઠાકોર સહિતના આગેવાનો અને કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં અને આકરો વિરોધ નોધાવી પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતાં. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરાએ પોલીસ સાથે વાતચીત કરી હતી જેમાં પોલીસે કડક અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી જેને લઈને મામલો થાળે પડતા ૨૦ કલાક બાદ પરિવારજનોએ લાશનો સ્વીકાર કર્યો હતો. બીજી તરફ રેત માફિયાઓએ જાણે હળવદને બાનમાં લીધુ હોય તેવો ઘાટ સર્જાયો હોવાથી ચાડધ્રા ગામના મહિલા સરપંચે રાજ્ય કક્ષાએ ઉગ્ર રજુઆત કરી રેતીચોરી બંધ કરવાની માંગ ઉઠાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!