Wednesday, November 13, 2024
HomeGujaratટંકારામાં કોંગ્રેસના ઉમેદવારના ભાઈ પર હુમલાનો મામલો, ફરિયાદ નોંધાઇ

ટંકારામાં કોંગ્રેસના ઉમેદવારના ભાઈ પર હુમલાનો મામલો, ફરિયાદ નોંધાઇ

ટંકારામાં ગઈકાલે ચૂંટણી દરમ્યાન ટંકારા બેઠકના કોંગ્રેસના જીલ્લા પંચાયતના ઉમેદવારના ભાઈ ઉપર બે શખ્સોએ પાવડાથી હુમલો કર્યો હતો. ચૂંટણી સમયે જ આ હીંચકારા હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાના ઘેટિયાવાસમાં રહેતા ભરતભાઈ મોહનભાઈ ગોઘાણીએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તથા સાહેદ પોતાની ઇકો ગાડી રાખીને રસ્તામાં ઉભા હતા ત્યારે આરોપીઓ ગફારભાઈ ઈબ્રાહીમભાઈ સંધી અને મુસ્તુફા જુસબભાઈ ફકીર મોટર સાઈકલ લઈને આવી ગાડી રાખવા બાબતે દેવીપુજક વાસમાં બોલાચાલી કરી ફરિયાદી ભરતભાઈ ગોધાણીને ગાળો આપી તથા ફરીયાદી ભરતભાઈ તથા સાહેદને ઢીકાપાટુંનો માર મારી તેમજ આરોપી ગફારભાઈ સંધીએ ફરિયાદી ભરતભાઈને માથામાં પાવળો મારી ઈજા કરી તેમજ સાહેદને ડાબા હાથમાં સામાન્ય ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!