Monday, November 18, 2024
HomeGujaratટંકારાના નેકનામ ગામે પાણી ભરવા અનુસૂચિત સમાજના પિતા-પુત્ર પર થયેલ હુમલાનો મામલો:કલેક્ટરને...

ટંકારાના નેકનામ ગામે પાણી ભરવા અનુસૂચિત સમાજના પિતા-પુત્ર પર થયેલ હુમલાનો મામલો:કલેક્ટરને આવેદન પાઠવાયું

ટંકારાનાં નેકનામ ગામે ગત તા.૦૪/૦૮/૨૦૨૩ના રોજ પીવાના પાણી ભરવા મુદ્દે અનુસૂચિત જાતિના પિતા પુત્રને માર મારવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે અનુસૂચિત જાતિના લોકો રોષે ભરાયા છે અને આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાનાં નેકનામ ગામે રહેતા પરેશભાઇ ખેંગારભાઇ ચાવડાનો દિકરો મેહુલ નેકનામ ગામના પરબે ગત તા.૦૪/૦૮/૨૦૨૩ના રોજ આર.ઓ પ્લાંટનુ પાણી ભરવા ગયેલ હોય ત્યારે છત્રપાલસિંહ ઉર્ફે સતો ઇન્દુભા ઝાલા (રહે નેકનામ તા.ટંકારા જિ.મોરબી) નામના શખ્સે સ્થળ પર આવી મેહુલને વાળ પકડી દિવાલ સાથે માથુ ભટકાડી માર માર મારતો હોય અને બાદમાં પરેશભાઇને પણ આ સંવર્ણનુ પાણીનુ પરબ છે તમારે અહિ પાણી ભરવા આવવુ નહિ તેવુ કહી જાતિ પ્રત્યે હડધુત કરી પરેશભાઇ સાથે ઝપાઝપી કરી તેમના ખીસ્સામા રહેલ રોકડ રૂપીયા બારસોની લૂંટ કરી નાશી જતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે સમગ્ર મામલે આજે અનુસૂચિત સમાજના લોકો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે અનુસૂચિત સમાજના લોકો એસ.સી.એસ.ટી સેલ ડી.વાય.એસ.પી. તેમની ફરિયાદ સાંભળવા ફોન નહિ ઉપાડતા હોવાની રાવ પણ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!