Sunday, January 12, 2025
HomeGujaratઝૂલતા પુલ દૂર્ઘટના કેસ:ઓરેવાના જયસુખ પટેલના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ પાટીદાર નેતાઓએ આપી...

ઝૂલતા પુલ દૂર્ઘટના કેસ:ઓરેવાના જયસુખ પટેલના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ પાટીદાર નેતાઓએ આપી આંદોલનની ચીમકી

ગત વર્ષે મોરબીનો ઝૂલતો પૂલ ધરાશાયી થતાં ૧૩૫ જેટલા નિર્દોષ લોકોની જિંદગી હોમાઈ ગઈ હતી. ઓરેવા કંપની દ્વારા આ ઝૂલતા પૂલનું રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. જે સમારકામની કામગીરી એકદમ નબળી કરવામાં આવી હતી તેવું તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ કંપનીના માલિક જયસુખ પટેલ સહિત જવાબદાર તમામ નિર્દોષ લોકોને જેલ હવાલે કરી દેવાયા છે. જે મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ અંગે ફરી એકવાર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસના ત્રણ પાટીદાર નેતાઓએ આ મામલે હવે આંદોલનની ચીમકી આપી SIT ના રિપોર્ટ સામે સવાલો ઉઠાવ્યા છે.

- Advertisement -
- Advertisement -

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ ઝૂલતો પૂલ દુર્ઘટનામાં SIT ના રિપોર્ટ પર એક તરફી રહેવાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમના ઉપર ખોટા આરોપ લગાવવામાં આવ્યો છે. દુર્ઘટનાના SIT રિપોર્ટ એક તરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોંટ્રાક્ટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. SIT એ માત્ર એક તરફી તપાસ કરી હોય તેવું લાગી રહ્યું છે. સાચી તપાસ કેમ નથી થઈ રહી તે સવાલ છે. જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. તમામ પાટીદાર સંસ્થાના વડીલોને મળીને આ મુદ્દે ચર્ચા કરીશું. આટલું જ નહિ લલિત કગથરાએ કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

SITએ મોરબી દુર્ધટના અંગે એકતરફી તપાસ કરી હોવાનો લલિત કગથરાએ આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, જ્યારે આ પુલ ધરાશાયી થયો ત્યારે સરકારે તંત્રના જવાબદાર અધિકારીઓને પકડવાને બદલે એક કંપનીના માણસોને પકડ્યા હતા. આ મામલે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. મોરબીનો ઝુલતો પુલ ૧૯૯૫ થી ૨૦૦૭ ની વચ્ચે બે વખત સંપૂર્ણ રીતે રીપેરિંગ કરવામાં આવ્યો હતો. જેમા એક એપેક્સ ફર્નિચર, રાજકોટને કામ આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદ નરસિંહભાઈ ચાવડાને આ કામ આપવામાં આવ્યું હતું. આ બંને કંપનીઓ કેબલનું કામ કરવા માટે એક્સપર્ટ ન હોતી. SIT દ્વારા ઓરેવા ગ્રુપ પર જે આરોપ લગાવવામાં આવ્યા છે કે તેની પાસે કેબલનું કામ કરવાનો કોઇ અનુભવ નહતો તો આવું જ આગળની બંને કંપનીઓ પાસે પણ કેબલનું કામ કરવાનો અનુભવ નહોતો.

કગથરાએ કહ્યું કે, કલેક્ટરની સૂચના મુજબ એગ્રીમેન્ટના મુદ્દા નક્કી થયા હતા. મોરબી કલેક્ટર અને નગરપાલિકા પણ આ ગુના માટે જવાબદાર ગણાય. એગ્રીમેન્ટ ડ્રાફ્ટ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તૈયાર કરાયો હતો, જેમાં બધા સહમત હતાં. સીટના રિપોર્ટ પ્રમાણે ફક્ત ઓરેવા બધી બાબતો માટે જવાબદાર કેમ? એગ્રીમેન્ટ મુજબ કલેક્ટર અને મોરબી નગરપાલિકા જવાબદાર કેમ નહીં? ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારે કંપનીના માલિકની ધરપકડ કરી છે. આમાં ઓરેવાની જેટલી જવાબદારી છે એટલી જ કલેક્ટરની જવાબદારી છે. માત્ર ઓરેવા ગ્રુપને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. સરકારે જયસુખ પટેલ સામે લગાવેલા ચાર્જ કલેક્ટર ઉપર પણ લાગવા જોઈએ. આ ઉપરાંત નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. સરકારે પોતાને બચાવવા માટે જયસુખ પટેલને બલિનો બકરો બનાવ્યો છે. અમે જયસુખ પટેલનો બચાવ નથી કરતાં, પરંતુ સરકારે જે ચાર્જ લગાડ્યા છે તે કલેક્ટર અને અધિકારીઓ સામે લગાવવા જોઈએ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!