હળવદના ચાડધ્રા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગેરકાયદેસર ખનન કરતા તત્વો પર તવાઈ હાથ ધરી ને દરોડા પાડવામાં.આવ્યા હતા જેમાં આખી રાત ચાલેલ આ કાર્યવાહીમાં કરોડોનો મુદ્દામાલ ઝડપાયો છે જેની વિગતવાર માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જાહેર કરવામાં આવી છે.
જેમાં જણાવ્યા મુજબ હળવદ ના ચાડ ધ્રા ગામ નજીક પાડવામાં. આવેલ દરોડામાં ૧૨ હિટાચી મશીન,૮૨,૧૩૦ ટન રેતી,૧૩ ડાંપર,૦૨ હિટાચી હેર ફેર કરવાના ખુલ્લા ટ્રક,ટ્રેકટર લોડર ૧,ટ્રોલી સાથે ટ્રેકટર ૧,મોબાઈલ ફોન ૩૩,મોટરસાઇકલ ૦૭ મળી કુલ રૂપિયા ૧૨,૬૩,૮૫,૭૦૦ નો મુદ્દામાલ સાથે જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર સહિત ત્રીસ આરોપી ની ધરપકડ કરવામાં આવી છે અને સુનીલ કોળી,જેઠા વણઝારા,જગો ઉર્ફે ઠુઠો ભરવાડ,સંદીપ ડાંગર,ઉદય આહીર,લાલો આહીર,પરેશ પટેલ,અક્ષર ચતુરભાઈ અને ઝડપાયેલ વાહનો ના માલિક અને ડ્રાઈવર સહિત ના ૨૦ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.