થોડા દિવસો પહેલા અમરેલી ખાતે ઇફ્કો ના ચેરમેન દિલીપ સંઘાણીએ સ્વીકાર્યું હતું કે ચાઇના થી ખાતર નથી આવતું એટલે ખાતરની અછત છે ત્યારે એક બેગ માટે પણ લાઈનોમાં ઉભા રહેતા ખેડૂતોને ખાતર મળતું નથી તો હળવદ ભાજપ આગેવાનના ભાઈના ગોડાઉનમાં ૧૪૩૭ બેગ યુરિયા ખાતર કઈ રીતે પહોચ્યુ??મોટો સવાલ
મોરબીના હળવદ પંથકમાંથી ભાજપના આગેવાન સહિત પાંચ શખ્સો સામે ગોડાઉનમાં ગેરકાયદેસર યુરિયા ખાતર જથ્થો રાખવા બાબતે ગુન્હો દાખલ કરાયો હતો. જેમાં ૧૪૩૭ બેગ યુરિયા ખાતરની બેગ યુરિયા ખાતર મળી આવ્યું હતું. જે સેમ્પલ માં રિપોર્ટમાં નીમ કોટેડ યુરિયા ખાતર હોવાનું સામે આવ્યું હતું. જેમાં ભાજપના આગેવાન સહિત પાંચ શખ્સો સામે ગુન્હો દાખલ કરી રાષ્ટ્રિય ખાદ્ય અધિનિયમ તેમજ આવશ્યક ચીઝ વસ્તુઓ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ હતી.
મળતી માહિતી અનુસાર, ગત તા. ૭ ડીસેમ્બરના રોજ મોરબીના હળવદમાં ગોડાઉનમાંથી ગેરકાયદેસર યુરિયા ખાતર ઝડપાયાનો મામલો સામે આવ્યો હતો. જે મામલે ખેતીવાડી નિયામકએ સેમ્પલ મોકલી તપાસ હાથ ધરી હતી.જે સેમ્પલ રિપોર્ટમાં નીમ કોટેડ યુરિયા ખાતર હોવાનું ફલીત થતાં ગુનો નોંધવામાં આવ્યો હતો. હળવદ ભાજપ આગેવાનના ભાઈ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. ભાજપ આગેવાનનો ભાઈ અજય રાવલ, રાજસ્થાનના કવરરામ ડાઉરામ જાટ, કારૂભાઇ મુંધવા, ચેતન રાઠોડ અને જયદીપ તારુંબિયા નામના ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.હજુ થોડા દિવસો પહેલા અમરેલી ખાતે એક કાર્યક્રમ દરમિયાન ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સ્વીકાર્યું હતું છે કે ચીનથી ખાતર ન આવતા હાલ ખાતરની અછત છે. ત્યારે બીજી તરફ હળવદના ભાજપ આગેવાનના ભાઈના ગોડાઉનમાંથી ગેરકાયદેસર ૧૪૩૭ બેગ યુરિયા ખાતર મળી આવ્યું હતું તો ખેડૂતોને એક બેગ માટે પણ લાઈનો લગાવવી પડે તો ૧૪૩૭ બેગ ભાજપ આગેવાનના ભાઈના ગોડાઉનમાં કઇ રીતે પહોંચી? તે પણ એક મોટો સવાલ છે હાલ હળવદ પોલીસે રાષ્ટ્રીય ખાદ્ય અધિનિયમ તેમજ આવશ્યક ચીઝ વસ્તુઓ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.