મોરબી પોલીસ પરિવાર દ્વારા સહાય
પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું
હળવદના સાપકડાના અનિલભાઈ દાનાભાઈ ડાભી મોરબી જિલ્લા હેડ કવાટૅસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમણે 8-11-2020ના રોજ આત્મહત્યા કરીને મોતને વહાલું કર્યું હતું. ત્યારે મોરબી જિલ્લા પોલીસવડા ઓડેદરાની સૂચનાથી જિલ્લા પોલીસે લોકફાળો કરીને મૃતક અનિલભાઈ ડાભીના પરિવારજનોને 4.21 લાખની રોકડ સહાયની મદદ કરી હતી. જેમાં એ -ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ છાસિયા, ચતુરભાઈ પરમાર, વસંતભાઈ વઘેરા, જયેશભાઈ ચાવડા, મોસીનભાઈ બિલાબ, જગદીશભાઈ મકવાણા સહિતના પ્રયાસોથી રોકડ સહાય મદદ કરી રૂપિયા 4.21 લાખની રકમ મોરબી જિલ્લા પોલીસવડા ઓડેદરા, મોરબી એસઓજીના જે.એમ.આલ, એલસીબી પીએસઆઈ એન.કે.ડાભી, સાપકડા ગામના સરપંચ હર્ષાબા ઝાલા, સાપકડા બીટ જમાદાર કિશોરભાઈ પારધી વિપુલભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન ચંપાબેન ચૌહાણ સહિતના લોકો મૃતક અનિલભાઈ ડાભીના સાપકડા ગામે ઉપસ્થિત રહ્યા હતાં.