વાંકાનેર બાઉન્ટ્રીથી વાંકાનેર તરફ આવતા રોડ પર અજાણ્યા ઈસમે નાસ્તા કે ઠંડાપીણામાં કાંઇક ઝેરી વસ્તુ નાખી ડ્રાઇવરને ખવડાવી/પીવડાવી બેભાન કરી લૂટી લીધાની ઘટના બની છે. ભોગબનનારના ખીસ્સામાં રહેલ રોકડ રકમ, સોનાની વીંટી , મોબાઇલ તથા ઇકો કાર ની ચોરી કરી ભાગી જતાં બે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર આવેલા રણજીત નગરમાં રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા નાગરાજભાઈ ચંદ્રકાંતભાઈ મકવાણા ગત તા.૧૨/૦૯/૨૦૨૩ ના રોજ પેસેન્જર ભરીને લીંબડી ગયેલ અને લીંબડી જઇને પેસેન્જરને ઉતારીને લીંબડી હાઇવે રોડ ઉપર પેટ્રોલપંપ પાસે આવેલ સર્ક લે ઇકો ગાડી સાથે ઉભેલ હતા. ત્યારે તેમના મોરબી રહેતા બહેનને ત્યાં તેઓ જઈ રહ્યા હોય ત્યારે કોઈ પેસેન્જર મળી જાય તો તેની રાહમાં હોય આ વખતે બપોરના આશરે સાડા બારેક વાગ્યાના સુમારે બે માણસો તેમની પાસે આવેલ અને તેમને પણ મોરબી જવાનું કહી ફરિયાદી સાથે કારમાં બેસી જતા હોય ત્યારે બંને ઈસમોએ ડ્રાઇવરને ગાંઠિયા અને માઝા નામનું ઠંડુ પીણું પીવડાવતા ડ્રાઇવર બેભાન થઇ ગયેલ હોય ત્યારે તે બે દિવસ પછી ભાનમાં આવતા તેણે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, બે અજાણ્યા આરોપીઓએ નાસ્તા કે ઠંડા પીણામાં કાંઇક ઝેરી વસ્તુ નાખી ફરીયાદીને ખવડાવી/પીવડાવી બેભાન કરીને ફરીયાદીના ખીસ્સામાં રહેલ રૂ.૩૦૦૦, હાથમાં પહેરેલ સોનાની વીંટી ૬.૯૯૦ ગ્રામ કીં.રૂ.૩૦,૦૦૦ /- તથા મોબાઇલ ફોન નંગ ૦૧ કીં.રૂ ૧૫,૦૦૦/- તથા મારૂતી સુઝુકી ઇકો કાર રૂ.૨,૫૦,૦૦૦/- વાળી ચોરી કરી લઇ ગયા હતા.જેથી વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી ને તપાસ ની ધમધમાટ શરૂ કર્યો છે.