મોરબી જિલ્લા અદાલતની મુલાકાતે આવતા લોકો, કર્મચારીઓ દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ કરતા હોવાથી પ્રિન્સીપાલ મોરબી ડીસ્ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર જાહેર કરી પાર્કિગ સિવાયની જગ્યામાં વાહનપાર્ક કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.
મોરબી જિલ્લા અદાલતના મુલાકાતીઓ દ્વારા રસ્તામાં નડતરરૂપ આડેધડ વાહનો પાર્ક કરતા રોડ ઉપર અવ્યવસ્થા સર્જાતી હોવાની સમસ્યા લાંબા સમયથી હતી આથી મોરબી મધ્યે કાર્યરત તમામ અદાલતોના કર્મચારીઓ, તમામ વકીલો તેમજ કોર્ટ કાર્યવાહી સબબ આવતા તમામ પક્ષકારોએ પોતાનું વાહન કોર્ટ કમ્પાઉન્ડમાં વાહન પાર્કીંગ માટે નિયત કરવામાં આવેલ જગ્યા સિવાય રસ્તામાં નડતર થાય તે રીતે આડેધડ પાર્ક કરવુ નહી અન્યથા જે તે વાહન ડીટેઈન કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરાવવામાં આવશે. તે અંગે નિર્ણય લેવાયો છે. આ પરીપત્રનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તેમજ પરીપત્રના અમલના ચુક કરનાર સામે ગંભીર પગલા લેવામા આવશે, તેમ પ્રિન્સીપાલ મોરબી ડીસ્ટ્રીકટ જજ એ. ડી. ઓઝા દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.