સોશિયલ મીડિયામાં ચેટિંગ તેમજ પ્રાઈવેટ ફોટોની આપ લે ન કરવી જોઈએ તેમજ જો કોઈ મિત્રને મળીયે તો તેમને પ્રાઈવેટ ફોટો પાડવાની અનુમતી આપવી ન જોઈએ તેમજ એડિટિંગ ફોટો અને ખોટા દેખાડાથી પ્રભાવિત થઈને દીકરીઓએ ગમે તે વ્યક્તિ પર ભરોસો ન કરવો જોઈએ
મોરબીમાં છેલ્લા કેટલાક સમયમાં દુષ્કર્મ ના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે છેલ્લા બે ત્રણ બનાવોમાં એકસરખી ખાસ વાત સામે આવી છે.
જેમાં કોઈ એક વ્યક્તિ પેહલા ભોગ બનનાર સાથે બહેન બનાવી ને વિશ્વાસ માં લ્યે છે ત્યારે બાદ બહેન બનાવનાર ઇસમ તેના મિત્ર સાથે ભોગ બનનારની ઓળખાણ કરાવે છે અને સોશિયલ મીડિયામાં વાતો શરૂ કરી ને ખોટા દેખાડા કરી ને ફોસલાવી ને સગીરા કે યુવતીઓને ફસાવવામાં આવે છે અને કોઇ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે તેમજ તે ક્ષણો ના ફોટો પાડી ને ત્યાર બાદ શરૂ કરવામાં આવે છે બ્લેક મેલ નો ખેલ અને આવા ફોટા જાહેર કરવાની ધમકી આપીને અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવે છે જે કીચડ માંથી નીકળવું ભોગ બનનાર માટે અઘરું સાબિત થાય છે પરંતુ જો આ બાબતે થોડી પણ હિંમત બતાવવામાં આવે અને સમયસર પરિવાર જનો ને અને પોલીસ ને જાણ કરવામાં આવે તો આવા લોકોને ખુલ્લા પાડી ને અનેક દીકરીઓને બચાવી શકાય છે જેથી આવા કોઈ બનાવો બન્યા હોય તો પરીવારજનો એ પણ પોલીસ ફરિયાદ કરવા માટે હિંમત દાખવવી જોઈએ.