Tuesday, March 17, 2026
HomeGujaratસાવધાન! મોરબીમાં પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડનાર યુવક સામે કાર્યવાહી કરતી એસઓજી ટીમ

સાવધાન! મોરબીમાં પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડનાર યુવક સામે કાર્યવાહી કરતી એસઓજી ટીમ

મયુર બ્રિજ પર ડ્રોનથી વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ, જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીના પ્રતિબંધિત વિસ્તારમાં આવેલા મયુર બ્રિજ ઉપર ડ્રોન ઉડાડી વીડિયો તથા ફોટા બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર યુવક સામે એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે. જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા ‘નો ડ્રોન ઝોન’ જાહેરનામાના ભંગ બદલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા અંગે કડક નિયંત્રણ વચ્ચે મયુર બ્રિજ ઉપર ડ્રોન ઉડાડવાની ઘટના સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમા એસઓજી ટીમ સોશિયલ મીડિયા સહિત વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર નજર રાખી રહી હતી. તે દરમિયાન “Badi Liyakathushen” નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મોરબીના મયુર બ્રિજનો ડ્રોન કેમેરાથી ઉતારેલો આશરે ૩૯ સેકન્ડનો એરિયલ વીડિયો તેમજ ફોટોગ્રાફ તા. ૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ અપલોડ કરવામાં આવ્યા હતા. આ વીડિયો અને ફોટો ડ્રોન દ્વારા બ્રિજ ઉપરથી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા મુજબ, મોરબી જીલ્લાના ૧૦૬ વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેમાં મયુર બ્રિજને યેલો ઝોનમાં સામેલ કરી પુલના બન્ને છેડાથી ૫૦ મીટરની અંદર ડ્રોન ઉડાડવા મનાઈ ફરમાવવામાં આવી હતી.

વધુમાં પોલીસ તપાસમાં આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરનાર વ્યક્તિ આરોપી લીયાકતહુશેન અબ્દુલરહિમ બાદી ઉવ.૩૫ રહે. કેરાળા ગામ તા.વાંકાનેર વાળાનું હોવાનું બહાર આવ્યું હતું. જેથી એસઓજી પોલીસે આરોપીને કચેરીએ બોલાવી પ્રાથમિક પૂછપરછ તથા સમજણ કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી અટકાયત કર્યા વગર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!