મોરબીમાં બાઈક ચોરતી ટોળકીનો આતંક સામે આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં બાઈક ચોરીનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે મોરબીના શનાળા રોડ પરથી બાઈક ચોરી થવાની વધુ એક ઘટના સામે છે. જેને લઈ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના લાલપર ગામે રહેતા જીતેશભાઇ જવેરભાઇ સોખલીયા નામના વેપારી યુવક ગત તા.૨૫/૧૨/૨૦૨૨ ના રોજ પોતાનું GJ.36.A.7101 નંબરનું બ્લેક કલરનુ હોન્ડા સીબીસાઇન બાઈક મોરબીનાં શનાળા રોડ પર આવેલ સંસ્કારધામ સ્વામીનારાયણના ગેટ પાસે પાર્કીંગમાં પાર્ક કરેલ હતું. જ્યાંથી કોઈ અજાણ્યા ચોર બાઈકની ઉઠાંતરી કરી ગયો હતો. ત્યારે જીતેશભાઇએ પરત આવી જોતા ત્યાં તેમનું બાઈક મળી ન આવતા તેમણે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.