મોરબીમાં ગુજરાતી માધ્યમમાં ૨૫ વર્ષની ભવ્ય સફળતા બાદ મોરબીના નાના નાના ભૂલકાઓને અંગ્રેજી માધ્યમમાં અનોખી સુવિધા અને ક્વોલિટી એજ્યુકેશન મળી રહે તે માટે નવયુગે ૩ વર્ષ પહેલા નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ શરૂ કરી હતી. જેમાં બાળકોની કિલકારીઓ સતત ગુંજતી રહી છે. ત્યારે આગામી વર્ષ ૨૦૨૬ ના રોજ નવયુગ વધુ એક નવું સોપાન ધોરણ ૧ થી ૧૨ માટે CBSE સ્કૂલ નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલ સેન્ટર ઓફ ધ સિટી એવા રવાપર ધુનડા રોડ શરૂ કરવા જઈ રહ્યા છે.
મોરબીની સૌથી જુની અને વિશ્વાસપાત્ર શૈક્ષણિક સંસ્થા એટલે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને નવયુગ નામ આવે એટલે શિક્ષણ જગતમાં 32 વર્ષનો અનુભવ ધરાવતા નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયાનું નામ યાદ આવે જ. ગુજરાતી માધ્યમમાં 25 વર્ષની ભવ્ય સફળતા બાદ મોરબીના નાના નાના ભૂલકાંઓને અંગ્રેજી માધ્યમમાં ખૂબ જ અનોખી સુવિધાઓ સાથે ક્વોલિટી એજ્યુકેશન મળી રહે એના માટે નવયુગે 3 વર્ષ પહેલા નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ શરૂ કરી હતી. જેના બંને યુનિટ રવાપર રોડ અને કેનાલ રોડ પર આવેલ છે જે બાળકોની કિલકારીઓથી સતત ગુંજતા રહે છે. શિક્ષણ જગતમાં આગામી વર્ષ જાન્યુઆરી 2026 માં નવયુગના એક નવા સોપાન રૂપે ધોરણ 1 થી 12 માટે CBSE સ્કૂલ નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલ સેન્ટર ઓફ ધ સિટી એવા રવાપર – ધુનડા રોડ પર શરૂ થવા જઇ રહી છે. ત્યારે નવયુગની ભવ્ય સફળતા બાદ સહકાર મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.