મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપે વૃદ્ધાશ્રમની માતાને સાડી ભેટમાં આપી માતૃવંદના કરી
મોરબી : મોરબીમાં દરેક પર્વની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે મધર્સ ડેની પણ પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમની માતાઓની માતૃવંદના કરીને સાડીનો સેટ ભેટમાં આપીને મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપની માતૃવંદના અને દરેક માતા પ્રત્યેની અનોખી લાગણીઓ જોઈને વૃદ્ધાશ્રમની માતાઓ ભાવુક બની ગઈ હતી અને સદાય સુખી રહેવાના મનોમન આશીર્વાદ આપ્યા હતા.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારો અલગ રીતે અને સામાજિક ચેતના જાગૃત કરતા કાર્યક્રમો કરી અનોખી પહેલ કરવા માટે હંમેશા કટિબદ્ધ હોય છે ત્યારે આજે મધર ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશષ્ટ ઉજવણી કરીને માતૃવંદના થકી માતૃશક્તિનો ઋણ ચુકવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજે માતા પ્રત્ય વાત્સલ્ય દર્શાવાનો અવસર નિમિતે મોરબી ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેલઈ માતાઓને સાડીનો સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી તેમના પ્ર્ત્ય પ્રેમ અને આદર વ્યક્ત કરી માતૃવંદના કરી અનેરો આનંદ અને આશિર્વદ મેળવી ધન્યતા ની અનુભૂતિ મેળવી હતી.
જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત્ મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મધર ડે– માતૄ દિન. કોઈ પણ દેશ હોય પુર્વ કે પચ્શિમ, દરેક જ્ગ્યાયે માતાનુ મહત્વ ઘણુ જ છે.માતાનુ સ્થાન ઉચુ છે. શાસ્ત્રમા પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ શાભળતાજ મનની અંન્દર એક આદરભાવ જાગે, અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે.દુનિયામા માતાની જ્ગ્યા કોઈ ન લઈ શકે. દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. પ્રેમની સામે તેને કોઈ અપેક્ષા હોતી નથી. બાળકો માટે પ્રેમ અને કાળજી એજ એનુ જીવન છે.